ચોમાસું 2023: મિત્રો જુલાઈ મહિનામાં રાજ્યમાં ભરપૂર વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનામાં ચોમાસું 2023 એ એક મોટી બ્રેક લગાવતા હવામાનમાં એક મોટો અપસેટ સર્જાયો છે. આજની પોસ્ટમાં ચોમાસું ક્યા કારણોસર રોકાયું છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું.
ચોમાસું 2023 બ્રેક ફેસ
મિત્રો રાજ્યમાં વરસાદની એક્ટિવિટી માટે બંગાળની ખાડીમાં સિસ્ટમનું ક્રમબંધ બેકઅપ હોવું જરૂરી છે. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ બંગાળની ખાડીની પાંખ ડીએક્ટિવ થતાં ઓગસ્ટ મહિનામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુકું જોવા મળી રહ્યું છે. કેમકે સરફેસ લેવલ તેમજ અપલ લેવલે ભેજનું પ્રમાણ યોગ્ય સર હોય તો, જ વરસાદી એક્ટિવિટી મોટેભાગે જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી અપર તેમજ મીડ લેવલે ભેજની ઉણપ રહેવાથી મોટેભાગે હવે ક્લાઉડ કવર પણ તૂટી રહ્યું છે.
ચોમાસું ધરી ઉત્તરમાં સરકી
મિત્રો બંગાળની ખાડીમાં એક 22 ઓગસ્ટે સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવવા છતાં ચોમાસું ધરી એટલે કે મોનસુન એક્સીસ નોર્મલ પોઝિશન કરતા થોડી નોર્થમાં જોવા મળી હતી. મોટેભાગે ચોમાસું ધરી જો વધુ પડતી દક્ષિણમાં સરકે તો જ એક વરસાદનો ટ્રફ ગુજરાત રાજ્યને અસર કરી શકે. મોનસુન એક્સેસ જ્યારે જ્યારે વધુ પડતી એટલે કે નોર્મલથી દક્ષિણમાં સરકે છે ત્યારે ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત તેમજ મહારાષ્ટ્રને વરસાદનો એક મોટો ફાયદો જોવા મળતો હોય છે. પરંતુ મિત્રો કમનસીબ ની વાત એ છે કે, ઓફ શોર ટ્રફ પણ છેલ્લા ઘણા દિવસેથી એક્ટિવ ન હોવાથી અને સાથે સાથે મોનસુન એક્સેસ હિમાલયની તળેટીમાં સરકવાથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
Monsoon 2023 અને આગોતરું અનુમાન
મિત્રો Monsoon 2023 ની જ્યારે શરૂઆત થઈ હતી એટલે કે જૂન અને જુલાઈ મહિનાના સમયગાળા દરમિયાન રાજ્યમાં મોટેભાગે સરેરાશ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. તો અમુક અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળ્યો. પરંતુ મિત્રો ચોમાસું ઓગસ્ટમાં રોકાયું છે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું ચિત્ર કેવું જોવા મળી શકે એ અંગેનું એક અનુમાન જોઈએ તો, મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડિયન ઓશન ડીપોલ પોઝિટિવમાંથી ધીરે ધીરે હવે નીચે સરકી રહ્યો છે. તો નીનોગ્રાફ ધીરે ધીરે એલનીનો તરફ ઉંચો જતો હોવાથી આવનારા દિવસોમાં સિસ્ટમ આધારે વરસાદની સંભાવના ખુબ જ ઓછી ગણી શકાય.
આવનારા દિવસોમાં વરસાદનું અનુમાન
મિત્રો આવનારા દિવસોમાં વરસાદનું પ્રેડિશન જોઈએ તો, હાલ નજીકના દિવસોમાં સિસ્ટમ આધારિત વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. પરંતુ હવે જ્યારે ચોમાસું 2023 વિદાઈ લેશે ત્યારે પવનની પેર્ટન ચેન્જ થવાથી રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના વધી જશે. જ્યારે જ્યારે ચોમાસું વિદાય લેતું હોય ત્યારે અરબ સાગરમાં પણ વરસાદની સિસ્ટમ બનવાના ચાન્સ વધી જતા હોય છે. ટૂંકમાં લાંબાગાળાનું અનુમાન જોઈએ તો, સિસ્ટમ આધારિત વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે.